Saturday, September 26, 2009

હું એક એવો માણસ છું

હું એક એવો માણસ છું કે જે સંજોગોને માને છે, કિસ્મત જેવું કાંઇક હશે એવો વ્હેમ રાખી શકે છે, પોતાનાથી થઇ શકતું બધું કર્મ કરી જાણે છે, અને સાવ અંતમાં એકદમ નિરાશ થઇને હારી શકે છે. એનાથી યે વધુ અચંબો તો ત્યારે થાય કે જ્યારે નિરાશ થઇને હારી જાય પછી યે એની કાંઇક નવું કરવાની તમન્ના ખૂટતી નથી, એનાં પ્રયત્નો કાંઇ બીજી દિશામાં વળે છે અને ફરી દુનિયા ગજાવવા માટે સજ્જ થઇ જાય છે. એ ક્યારેય પૂર્ણતઃ અટકતો નથી, હા ક્યારેક થાક લાગે તો વાક્યની મધ્યમાં આવતા અલ્પવિરામની જેમ પોરો ખાવા રોકાય છે પણ એની યાત્રા કદી પૂર્ણવિરામની જેમ અટકતી નથી...

No comments:

Post a Comment